આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ સેમિ ફાઈનલ, જાણો પિચ રિપોર્ટ
આજે 23 ફેબ્રુઆરીના રોજ દક્ષિણ આફ્રિકામાં ટી20 મહિલા વર્લ્ડ કપની પ્રથમ મેચ રમાશે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પહેલીવાર ચેમ્પિયન બનવા ઉતરશે, જ્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ ઓસ્ટ્રેલિયા છઠ્ઠીવાર ચેમ્પિયન બનવા માટે ઉતરશે. આ મેચને લઈને ક્રિકેટ ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચાલો જાણીએ ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ વચ્ચેના હેડ ટુ હેડ રેકોર્ડ. સાથે સાથે ચાલો જાણીએ પિચ રિપોર્àª
Advertisement
આજે 23 ફેબ્રુઆરીના રોજ દક્ષિણ આફ્રિકામાં ટી20 મહિલા વર્લ્ડ કપની પ્રથમ મેચ રમાશે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પહેલીવાર ચેમ્પિયન બનવા ઉતરશે, જ્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ ઓસ્ટ્રેલિયા છઠ્ઠીવાર ચેમ્પિયન બનવા માટે ઉતરશે. આ મેચને લઈને ક્રિકેટ ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચાલો જાણીએ ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ વચ્ચેના હેડ ટુ હેડ રેકોર્ડ. સાથે સાથે ચાલો જાણીએ પિચ રિપોર્ટ અને વેધર રિપોર્ટ.
જાણો પિચ રિપોર્ટ
ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 24 ફેબ્રુઆરી, ગુરુવારે કેપટાઉનના ન્યૂલેન્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર સેમિફાઇનલ મેચ રમાશે. બીજી તરફ કેપટાઉનના હવામાનની વાત કરીએ તો ગુરુવારે કેપટાઉનમાં સૌથી વધુ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ રહેશે જ્યારે લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ રહેશે. 68 ટકા ભેજની સાથે પવન 32 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે. જ્યારે વરસાદ વિશે વાત કરવામાં આવે તો Weather.com અનુસાર, ગુરુવારે વરસાદની 10 ટકા શક્યતા છે. આવી સ્થિતિમાં વરસાદ ક્યાંકને ક્યાંક મેચની મજા બગાડી શકે છે.
સેમિ ફાઈનલ મેચનો વેધર રિપોર્ટ
હવામાન અહેવાલો અનુસાર, તે સમય દરમિયાન કેપટાઉનમાં વરસાદની કોઈ શક્યતા નથી. ક્રિકેટ માટે પરિસ્થિતિ આદર્શ છે અને અમને સંપૂર્ણ રમત મળવી જોઈએ.
Advertisement
Advertisement
ભારતીય મહિલા ટીમ અને ઓસ્ટ્રેલિયા મહિલા ટીમનો હેડ ટુ હેડ રેકોર્ડ
- કુલ મેચો: 30
- ભારતીય મહિલા ટીમ : 7 મેચ જીતી
- ઓસ્ટ્રેલિયા મહિલા ટીમ: 22 મેચ જીતી
- કોઈ પરિણામ નથી: 1 મેચ
- છેલ્લું પરિણામ: ઓસ્ટ્રેલિયા મહિલા 54 રનથી જીતી ગઈ (બ્રેબોર્ન; ડિસેમ્બર 2022)
- છેલ્લા પાંચ મેચના પરિણામો: ઓસ્ટ્રેલિયા જીત્યું: 4 મેચ; ભારત જીત્યું: 1 મેચ
Fantastic four 💪
The ICC Women’s #T20WorldCup 2023 semi-finals are getting underway today 🤩
Which team are you backing? #TurnItUp | #AUSvIND | #SAvENG pic.twitter.com/koRnNpvU3O
— T20 World Cup (@T20WorldCup) February 23, 2023
બંને ટીમોના સંભવિત પ્લેઇંગ-11
ભારત: હરમનપ્રીત કૌર (c), શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, જેમિમાહ રોડ્રિગ્સ, રિચા ઘોષ (wk), પૂજા વસ્ત્રાકર, દીપ્તિ શર્મા, શિખા પાંડે/રાધા યાદવ, દેવિકા વૈદ્ય, રાજેશ્વરી ગાયકવાડ અને રેણુકા સિંહ.
ઓસ્ટ્રેલિયા: મેગ લેનિંગ (કેપ્ટન), એલિસા હીલી, બેથ મૂની, એલિસે પેરી, એશ્લે ગાર્ડનર, તાહલિયા મેકગ્રા, ગ્રેસ હેરિસ, એનાબેલ સધરલેન્ડ, એલાના કિંગ, મેઘન શટ, ડી'આર્સી બ્રાઉન.
આપણ વાંચો-સંજુ' પછી હવે રણબીર કપૂર બનશે 'દાદા'!
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ